પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
અમદાવાદમાં સાહિત્ય ચળવળને અઙ્‌ગે ચળવિકળ.

જેને સારું માનતા હોઈએ તે આપણે તેમને આરંભમાંજ આપીએ છીએ. પરંતુ દવા ભલેને રામબાણ જેવી હોય છતાં દરદી તે ખાય નહિ તેને મન નકામીજ છે.'

બીજે ફોર્બ્સ સાહેબનો મિત્ર કહે છે કે, 'આપણી જાત, આપણું બુદ્ધિબળ અને આપણને મળેલાં સાધનો કેટલે અંશે પણ હિંદુસ્થાનનું ભલું કરવામાં અને તેથી કરીને આપણા પ્રભુ ઈસુખ્રિસ્તનો મહિમા વધારવામાં વાપરવાની આપણી ધાર્મિક ફરજ છે. કેટલે દરજ્જે તેમ કરવું એ દરેક વ્યક્તિએ પોતાના સંબંધમાં નક્કી કરવું જોઈએ.’

‘આપણે જેઓ હાલ અમદાવાદમાં છઇએ તેમની માન્યતા છે કે જ્યારે આપણે બધાએ મળીને કોઈ સાંસારિક બાબતમાં કશો સુધારો આદરીએ છઈએ ત્યારે આપણે આપણી એ પવિત્ર ધાર્મિક ફરજ અદા કરીએ છઈએ. તે જ પ્રમાણે આ પ્રાંતની ભાષાને તેની હાલની અધમ અવસ્થામાંથી ઉન્નત કરવાનો પ્રયત્ન આદરીએ, અને એ ભાષા જેમની જન્મભાષા છે તેઓમાંના જેઓ પ્રાસાદિક કલ્પનાશક્તિવાળા હોય તેમને તે અજમાવવાને ઉત્તેજન આપી જુદી જુદી રીતે કામે લગાડીને તેને સુધારી નિયમિત કરી, તેવાઓને માંહોમાંહી અને હવે પછીની પ્રજાને સત્ય અને સુંદર હોય તે કહેવાને સમર્થ કરીએ છઈએ ત્યારે પણ જે લોકોમાં આપણે થોડા કાળ વસ્યા છઈએ તે લોકોનું હિત કરવાની આપણી એવીજ ધાર્મિક ફરજ બજાવીએ છઈએ.’

શુદ્ધ અંત:કરણપૂર્વક, કેવળ ધર્મ અને ફરજ સમજીને ગુજરાત, ગુજરાતી અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાને આ વિદેશી જનોએ કરેલો ભગીરથ પ્રયત્ન સદા સર્વદા આનંદદાયક છે.

સ્વ. ફોર્બ્સે વિ. સં. ૧૯૦૮ (સન ૧૮૫ર)ની દીવાળીમાં ઈડર મુકામે કવિયોનો મેળો કર્યો હતો. આખી ગુજરાત અને કાઠીઆવાડ વગેરેના કવિ, વિદ્વાન્ વગેરેને ત્યાં બોલાવી તેમની જોડે વાતચીત કરી કાવ્યાનંદ માણી તેમને પોતાની યથાશક્તિ સારાં ઈનામ અકરામ આપ્યાં હતાં. આ બનાવની યાદગીરી જાળવવા ક. દલપતરામે 'ફાર્બસ વિલાસ' નામે કાવ્ય