પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

ફેલાવનારા મુખ્ય, અને પ્રાર્થના સમાજના ચૂસ્ત અગ્રેસર હોઈ એમણે સાહિત્યસેવા ઠીક બજાવી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે એમણે ઘણાં વર્ષ કામ કર્યું હતું. તેમના ગ્રંથો પૈકી મુખ્ય ‘સાસુ વહુની લડાઈ,’ ‘ભવાઇસંગ્રહ,’ ‘દુર્ગારામ ચરિત્ર,’ ‘કરશનદાસ ચરિત્ર,’ ‘સધરા જેશંગ,’ ‘વનરાજ ચાવડો,’ ‘ઈંગ્લાંડની મુસાફરી’ વગેરે લોકપ્રિય થઈ પડ્યા હતા.