પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિશ્વબંધુત્વ-સમાજ
99
 

વિશ્વબંધુત્વ-સમાજનો સભ્ય નોંધાયો. એના અંતઃકરણમાં કોઈક જાણે છાનુંમાનું કહેતું હતું : “વિનોદબહેન પણ ત્યાંનાં જ સભાસદ છે. ને ત્યાં દર રવિવારે જાય છે.”


15

વિશ્વબંધુત્વ-સમાજ

“શામળભાઈ આવ્યો ! માડી, શામળભાઈ !” એવા હર્ષની બૂમો પાડતાં ચારે છોકરાં શામળને બાઝી પડ્યાં. એક એને ગળે વળગ્યો, બીજો ખભે ચડ્યો. બે છોકરીઓ એના હાથ ઝાલી ફુદરડી ફરવા લાગી. ફક્ત તેજુ જ દૂર ઊભી ઊભી હેત નિતારતાં નેત્રે નિહાળતી હતી.

તેજુની મા શ્વાસભર્યાં આવ્યાં : “અરે માડી ! તું ત્રણ દીથી ક્યાં હતો ? અમે તો રોજ વાટ જ જોયા કરતાં. રાતે વા’નાં કમાડ ખખડે તોયે તેજુ તો ‘ભાઈ આવ્યો !’ કહેતી ઊંઘમાંથી ઝબકીને કમાડ ઉઘાડતી.”

“હેં તેજુબેન !” શામળે તેજુ તરફ જોયું. તેજુ નીચું જોઈ ગઈ.

“પણ તારું તે શું થયું’તું, માડી ?”

“અરે મા, ત્રણ દિવસમાં તો ત્રણ ભવ થઈ ગયા. જેલમાં પડ્યો, ફાંસીએ જાતો રહી ગયો, મોટા ચોરની ભેળો ચોર થયો, ખાતર દીધું, ને ઊલટાનો ઠેકાણે પડ્યો. કાલ તો હવે નોકરી જડશે મને !”

“સાચેસાચ ? બેસ બેસ, માડી. બધી વાત માંડીને કર.”

ઉંબરમાં જ સહુ બેસી ગયાં. તેજુની મા ઝાંખી આંખે હાથની છાજલી કરીને શામળ પાસે બેઠી. છોકરાં જાણે કોઈ પરીની વાર્તા સાંભળતાં હોય તેમ ડાચાં વકાસી રહ્યાં. થોડે આઘે તેજુ બેઠી. એના બેઉ હાથે લમણાં ટેકવેલા છે. એની આંખમાં કે એના મોં પર કશી