પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમહક્ક સમાજ
171
 

ઊતર્યો છે, એ જોવા લોકો ટોળે વળ્યાં.

“બંધ કર ! કહું છું કે બંધ કર ! પોલીસમાં સોંપાવીશ તને, હરામખોર !”

એવા દેસાઈસાહેબના શબ્દો સામે “મહેરબાન, મને છોડો. મને મૂકી દો !” એવા શબ્દો કહી, થોકડીના જમીન પર થયેલા ઢગલામાંથી સો-બસો ઉઠાવતો શામળ ઝટકો મારીને છૂટ્યો, દોડતો દોડતો બૂમ પાડી ઊઠ્યો કે –

“ચોર છે, પ્રભુના મંદિરમાં ચોર છે, ભાઈઓ !”

લોકોની આતુરતા ને કૌતુક તો સમાતાં નહોતાં. પત્રિકાએ તો કેર વર્તાવી દીધો. ઝપાઝપીમાં દેસાઈસાહેબની પાઘડી ગબડી પડી. એમણે કરેલો લાકડીનો ઘા શામળને આંટવાને બદલે એક ચશ્માંવાળાં બહેન પર પડ્યો. દેસાઈસાહેબ ઘણા પામર દેખાયા.

પોતાને પકડવા ધસી આવતા ચપરાસીઓ વગેરેને દેખી, છેલ્લી થોકડી સમુદાય પર ઉરાડીને શામળે બહાર દોટ કાઢી. જતો જતો પાછો ઊભો રહીને ઊંચે અવાજે બોલતો ગયો કે “આપણી કમિટીના મેમ્બરોએ તેમ જ પેટ્રનોએ શહેરના વહીવટખાતામાં રુશવતો આપી છે, લોકોને લૂંટ્યા છે, બુધવારે રાતે હું એ બધું કહેવાનો છું. સર્વે ભાઈઓ, બહેનો, આવજો.”



26
સમહક્ક સમાજ

રસેવે નીતરી રહેલ શામળ અને એના શરીરને સુંવાળા હાથની હળવી ઝાપટ મારીને ખંખેરતી તેજુ, બેઉ જ્યારે વેગે વેગે ઘર તરફ ચાલ્યાં જતાં હતાં, ત્યારે લાકડાની ઘોડી બગલમાં નાખીને એક પગે ખોડંગતો