લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
184
સત્યની શોધમાં
 

 હતો. ન જ છાપે.”

“કાં ?”

“‘લક્ષ્મીનગર સમાચાર’ લીલુભાઈને ત્યાં એક લાખ રૂપિયામાં મૉર્ટગેજ છે."

શામળ મોં વકાસી રહ્યો.

“હવે સમજાયું ને કે સમહક્કની ઝુંબેશ એટલે શું ?” વકીલે સ્મિત કર્યું.

– ને શામળને સમજાયું. ઠીક સમજાયું.




28
‘બાજે ડમરુ દિગંત’

“છાપાં આપણને મદદ નહીં આપે. છતાં લોકોને આ વાત સંભળાવવી જ જોઈએ. સંભળાવવાનો આ અવસર મળ્યો છે.”

એ અવાજ સહક્ક સમાજને પ્રમુખ-સ્થાનેથી જુવાન વકીલ હજારીલાલના ખાડાવાળા મોંમાંથી નીકળી રહ્યો હતો.

“– અને ગુંડાના માર, નોકરીમાંથી રુખસદ, ડંડા વગેરેની સુધ્ધાં. તૈયારી હોવી જોઈએ.” ડૉ. દામજીએ યાદ દીધું.

“હા, ને હું તમે કહેશો તો આપણામાંથી સપડાનાર ભાઈ-બહેનનો બચાવ લડવા રોકાઉં, અથવા કહો તો પહેલો હું ચડી જાઉં. જેમ ભાઈઓ ઠરાવે તેમ.”

“હું પણ તૈયાર છું,” દામજીભાઈએ કહ્યું, “પછવાડે દવાખાનું મારી પત્ની ચલાવશે.”

ઘોડી ઠબઠબતો લંગડો ઊભો થયો : “મને આવતે અઠવાડિયે નોકરી મળવાની હતી, પણ જો હું કેદ પકડાઉ તો પછી મને કોઈ