પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
186
સત્યની શોધમાં
 



વિધવિધ વાણી ને વેશ, વિધવિધ રંગો ને કેશ !
તોયે નવ દ્વેષ લેશ દાખવતાં આવે;
દેતાં ડગ એકતાલ, નિર્ભયતાની મશાલ
લઈને કંગાલ કેરી સેના આવે.
દેખો ! રે કાલ કેરી સેના આવે.

ગરજે નવલાં નિશાન, નવલાં મુક્તિનાં ગાન :
ઊડત ધ્વજ આસમાન સિંદૂરભીંજ્યો;
ઊભાં સબ રાષ્ટ્ર દેખ, થરથર પૂછે હરેક,
કંકુબોળેલ એ કહો જી કોણ નેજો ?
ગગને દેતા હુંકાટ, ઝલમલ જ્યોતિ લલાટ,
વદ, હો બંધુ વિરાટ ! ક્યાં થકી તું આવે ?
માનવજાતિને કાજ આશાવંતા અવાજ,
શા શા સંદેશ આજ તું સંગે લાવે ?
રંકોનાં લાખ લાખ દળ વાદળ આવે.

[સંઘગાન]


અમે ખેતરથી વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી
સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા;

અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*

અમે માનવ-મંદિર કેરી નવતર રચના અનેરી,
સોંપી તમને, નમેરી માલિક ધનવંતા !

તમ પર ઇતબાર ધરી, વેઠ્યાં દુઃખ મરી મરી,
બોજા ચૂપ કરી રહ્યા પીઠ પર વહંતા.

આજ નીરખી એ આલીશાન, જૂગજૂનાં બાંધકામ,
ધ્રૂજે અમ હાડચામ, હૈયાં અમ ધડકે;

ધવલાં એ દિવ્યધામ, કીધાં શીદ તમે શ્યામ !
છાંટ્યાં પ્રભુના મુકામ રંક તણે રક્તે.