પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
188
સત્યની શોધમાં
 



અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*


હવે કંપો રે ઓ કૃપાલ ! કંપો અમ રક્ષપાલ !
પરની રોટીના ભક્ષનાર તમે કંપો !
છલના કિલ્લા ને કોટ કરવા સબ લોટપોટ,
આવે લંગોટધારી સૈન્ય : હવે કંપો !

માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ,
ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા;
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ત્ર,
અકલંકિત ને અહિંસ્ત્ર : એ અમારી આશા.

આખર એની જ જીત : સમજી લેજો ખચીત,
ભાગો ભયભીત જાલિમો ! વિરાટ આવે,

નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
એકતાલ એકતાન લોકસૈન્ય આવે.
દેખ ! દેખ ! કાલનાં અપાર કટક આવે.

છલકતી છાતી લઈને શામળ ઘેર ગયો. તેજુને એણે એ સમહક્ક સમાજનું આખું રહસ્ય સમજાવ્યું. ત્યાંના ‘ભાઈઓ’ની વાતો કરી. તેજુનાં પાણી છોળો દેવા લાગ્યાં. એ આખો દિવસ શામળે કેટલુંક હજારીલાલજીએ આપેલું સાહિત્ય વાંચવામાં ગાળ્યો.

‘ભાઈઓ’ સમજતા હતા કે આજ શામળભાઈના શિર પર ઘાત છે. એટલે વારે વારે તેઓ આવી આવીને ખબર કાઢી ગયા. ચાર જણા શામળને રાતે સભાસ્થાન પર લઈ જવા સારુ અંગરક્ષકો તરીકે મુકરર થયા હતા.

નિમંત્રણપત્રો છપાઈ, વહેંચાઈ પણ ગયાં હતાં. શહેર ખળભળી ઊઠ્યું હતું.

આખો દિવસ શામળના પ્રાણમાં પોતાનું ભાષણ રમતું હતું. એના પગ થરથરતા હતા, કે રખે ક્યાંક સભાક્ષોભ થઈ જશે ! “આહા, મારા