પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬

માર માર્યો, હાય ! હાય ! કોઈ ન્યાતિલા પણ મને મદદ કરતા નથી.”

તેમની બુમ સાંભળીને બહારના સઘળા લોકો દોડ્યા આવ્યા. બંનેએ જણાવ્યું કે હમને ઘણાં માર્યાં છે, અમે ચોકીપર ફરીયાદ જઈશું, ને તમારે સાક્ષી આપવી પડશે. વિઘ્નસંતેાષીરામે કહ્યું, “જો ભાઈઓ, મારા બસો રૂપીયા લૂટી લીધા છે, પલ્લાના ઘરેણા પણ લઇ લીધા, ને મારી મા ને બેહેનના જડાવ દાગીના પણ લઇ લીધા છે. ઠીક છે, બચ્ચાજીઓ, હું ઠેઠ સુધી પહોંચીને તમારી ખબર લઇશ. યાદ રાખો, હું કોણ છું તે તમે જાણતા નથી, તેથીજ આ કાળું કીધું છે, પણ હવે જોજો તમાસો !”

ગોકુળરાયજીએ કહ્યું, “મહારાજો, તમને પસંદ પડે ત્યાં જાઓ, કોઇ અટકાવ કરતું નથી. પણ અહીંયાં તોફાન કરશો તો હું પોલીશને બોલાવી મુસકાટાટ કરાવીને મોકલાવી દઇશ. તમે જાણતા નથી કે હું કોણ છું ? અને ભલા થઇને હવે જે થયું તે ભૂલી જઈને ચાલો જમવાને