પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨

અશ્રુથી મેં યથાર્થ જાણી. તત્સમે મને એમ લાગ્યું કે હમણાંને હમણાં સર્વે ખુલાસો કરૂં તો ઠીક, પણ પ્રતિજ્ઞા આડી આવવાથી મેં મૌન્ય ધર્યું. આજે ગોકુળરાયજી સાથે સંકેત કરી ગુણવંતગવરીએ ઘરમાં ચોરી બંધાવી, માહેરૂં બાંધ્યું ને પ્રથમથીજ બોલાવેલા સવિતાશંકરને કન્યાદાન દીધું. પ્રાણેશ, શું આપ એમ યત્કિંચિત પણ શંકા કરો છો કે આપના જેવા પ્રાણપતિનો એક ક્ષણભર હું ત્યાગ કરી શકું? અરે આપના જેવા-

મંદિરાનંદ વચમાંજ બોલી ઉઠ્યા,“બસ, બસ, રહેવા દે હવે, હું સર્વ સમજ્યો. મધુરિમા, મેં તારો મોટો અપરાધ કીધો છે, તું ક્ષમા-”

આટલું બોલતાં તે મધુરિમાએ તેમના મોઢાપર હાથ મૂક્યો, “શું, હું ક્ષમા કરવાને પાત્ર છું ? આપ મને ક્ષમા કરો, અને આપની સેવામાં પ્રેમસહિત મને અંગિકાર કરો. મેં સવિતાના કેહેવાને લીધેજ તમારાથી આ વાર્તા છુપાવી હતી, એ મારો મોટો અપરાધ થયો છે; પણ પ્રાણનાથ, હું લાચાર થઇ ગઇ, તો શું કરુ ?