પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫

સુંદરીના મોઢા કરતા તેનું મોઢું વધારે નિસ્તેજ થઈ ગયું હતું, ને કન્યાના દુ:ખથી તેનું દુ:ખ અધિક હતું. સુંદરીને કૃશાંગી જોઈને ગુણવંતગવરીને વધારે ચિંતા થઈ હતી. સવિતાશંકરને વડોદરેથી જવા દીધો તેને લીધે તેનું હૃદય આત્મગ્લાનિથી વધારે સંતાપ કરતું હતું. કેટલીકવાર તેણે સવિતાને પત્ર લખવાનો વિચાર કીધો, હાથમાં કાગળ કલમ લીધા, પણ પાછી ઉદાસ થઈને, વિચાર કરીને જેમની તેમ બેસતી હતી. જેને એકવાર નિરાશ મુખડે જવા દીધો તેને પાછું કયે મોઢે બોલાઉં ? પણ આ પ્રમાણે જ્યારે ચાર ને પાંચ મહીના વિતિ ગયા ત્યારે તે ધૈર્ય ધરી શકી નહીં.

આ રીતે મા દિકરી સંતાપમાં પડી ગયાં છે. સુંદરી તો ઈશ્વરપરજ વિશ્વાસ રાખીને બેઠી છે. તે હમણા સુકાઈને ઘણી કૃશ થઇ ગઇ છે. આજે આશ્વિન પૂર્ણિમાનો દિન છે. તે એકાંત ભુવનમાં બેઠી છે, ને નિશ્વાસ નાખ્યા કરે છે. તેના નેત્રમાંથી ડળક ડળક અશ્રુ પડે છે. તે મન