પૃષ્ઠ:Savita-Sundari.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

વિગ્રહાનંદે કહ્યું, “કંઈ ઘણી નથી, પંદર સોળ વરશ હશે !”

“અહોહો ! પંદર સોળ! એ તો ઘણા થયા. તમારી કન્યામાં કંઈ ખોડ હશે તેથી કોણ સંઘરે? વિગ્રહાનંદજી, એ વાત હવે તો માંડીજ વાળો. એવી ડોસી જેવીને હું મારે ગળે બાંધવા રાજી નથી. તમે કોઈ શોધી લો. એ કોંટ હું ક્યાં ગળે બાંધું, ” વિઘ્નસંતોષીરામે છાપરે ચઢી કહ્યું.

વિગ્રહાનંદે કહ્યું, “નહીં મહારાજ, તમો એમ બોલો નહીં. મારી શક્તિ પ્રમાણે હું પેહેરામણી આપીશ, પણ મારી અવસ્થા તરફ નજર કરીને કહો કે કેટલા રૂપીયા પહેરામણીમાં રોકડા આપવા. ”

વિઘ્નસંતોષીરામે પેહેરામણીથી લલચાઇને કહ્યું, "જુઓ, વિગ્રહાનંદજી, કુલીન જમાઇ કંઇ શોધ્યા સટાસટ મળતા નથી. હવે તમો આવ્યા છો તો મોઢું છંદાતું નથી, ને તેથીજ હા પાડું છું. તમો સમજુ છો, ને હું પણ કુલીન છું, તે વગર કંઈ મારે ત્યાં આ અગિયાર અગિયાર લોંડીયો