પૃષ્ઠ:Savita-Sundari.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪

હતી, પરંતુ હવે કદિ પણ, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, ઈશ્વર સાનિધ્ય કહું છું કે, તમારા પડતા બોલને ઉપાડીશ. હું સદા સર્વદા ઈશ્વર પાસે માંગું છું કે જન્મોજન્મ તમારા જેવાજ સ્વામિ મને મળે. શું હું ઈશ્વરાજ્ઞા જાણતી નથી, માનતી નથી કે આ પ્રમાણે શંકા કરો છો? સ્ત્રીપુરૂષે મરણપર્યંત એકબીજા પ્રત્યે પૂર્ણ પ્રેમ રાખવો એ સર્વથી શ્રેષ્ટ કર્મ છે -- શ્રેષ્ટ ધર્મ છે – એજ નિત્યનું છે, એજ સત્કર્મ છે.જે કુળમાં સ્વામિ ભાર્યાથી ને ભાર્યા સ્વામિથી નિત્ય સંતુષ્ટ રહે છે તેજ કુળમાં નિશંક કલ્યાણ વસે છે. ભાર્યા છે તેજ પતિની પ્રાણા છે; જેનું મન વાક્ય ને કર્મ પતિ આજ્ઞાનુસારણી છે તેનું જ કલ્યાણ થાય છે, જે સ્ત્રી પતિના પ્રેમ સહિત કાર્યમાં પ્રવર્તે છે અને સદાચારે વર્તિને સંયતેન્દ્રિય થાય છે તેજ આલોક ને પરલોક સર્વ સ્થળે યશ સુખ પામે છે. આ મારો ધર્મ છે ને તેજ પ્રમાણે હું આપની સાથે સદા વર્તિશ તમે નિશંક રહો.”

મંદિરાનંદ બોલ્યા, “હું પણ એજ ચાહું છું કે તમારા જેવી સ્ત્રી મને સદા મળે, મધુરિમા, તમારા જેવી પત્નિ જગત્‌માં બીજા કોઈને નહીં હોય.”