પૃષ્ઠ:Savita-Sundari.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧

તમારી ઇચ્છા હશે તો વગર પહેરામણીએ હું લગ્ન કરીશ.”

આ વાત તો વિગ્રહાનંદના મનની માની થઈ તેણે વિચાર્યું કે ગુણવંતગવરીને પગે પડવું પડશે તો પડીશ, તેના કાલાવાલા કરીશ, તેના બે શબ્દ સાંભળીશ, અનેક પ્રકારના ઢોંગ કરી તેને રંજાડીશ, પણ આ કામ કરીશ ને ફીર કરીશ. કેમકે આવી રીતે લગ્ન કરનાર બીજો કેાઇ કુલીન વર મળવાનો સંભવ જરા પણ નથી. આવું ઉત્તમ ઘર મહામેહનતે સાંપડ્યું છે, તે પછી કદીપણ શોધતાં મળવાનું નથી, ને આટલા થોડા ખરચમાં પુત્રીના લગ્ન થાય તેથી આપણી કુળમર્યાદા પણ વધશે આવો વિચાર કરીને તે ગુણવંતગવરી પાસે ગયા. તેણીએ તો પ્રતિજ્ઞા કરી હતી કે ગમે તેમ થાઓ, તો પણ આ વરરાજાને તો કદી પણ સુંદરી પરણાવીશ નહીં; અને તે તેની પ્રતિજ્ઞા ભંગ કરાવાને કોઈ સમર્થ નહોતું. વિગ્રહાનંદે કહ્યું કે, “જો સમજ, વિઘ્નસંતોષીરામ સાથે લગ્ન કરવાથી એક પૈ પણ દાયજામાં