પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨

મંદિરાનંદ તેને સાથે તેડી લાવ્યા હતા. તે દાસી ગૃહધંધાનું સર્વ કાર્ય મનમાન્યું કરતી હતી; પણ જ્યારે મદિરાનંદનાં નેત્ર ગયાં ત્યારે એક નોકરની જરૂર પડી. ડાક્તરના દવાખાનામાં જવાની વારંવાર જરૂર પડતી હતી, ને મંદિરાનંદના નેત્ર નહીં હોવાથી તે કામ કોણ કરે ? દાસી રાજમાર્ગોથી અણજાણ હતી; તેમ રોજ ગાડીમાં બેસીને જવું પાલવે તેમ પણ નહોતું. આથી એક નોકર રાખવો પડ્યો; પણ દાસીને તો ચાકર જોડે રોજરોજ એવી તે લડાલડી થતી હતી કે દાસી ઘણા વરશની જુની હતી તો પણ મધુરિમાએ તેને રજા આપી. દાસીએ રડતાં રડતાં મંદિરાનંદ પાસે જઈને પોતાની નિર્દોષતા જણાવી ને ઘણું ઘણું બોલી, પરંતુ જ્યારે મંદિરાનંદ પણ તેને હવે રાખવાને સમ્મત થયા નહીં, ત્યારે તે આ પ્રમાણે બોલીને ચાલતી થઈ, “આટલા દિવસ હું હતી ત્યારે તો કોઇ વાત નવી જુની થઈ નહીં, પણ હવે તે મનમાન્યો નવો નોકર ભળ્યો, તો પછી મારૂં શું કામ