પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪: શોભના
 


‘મારા મનમાં કે તમે જેમ ભણાવવા આવ્યા છો, તેમ ડૉક્ટર બધાંની દવા કરવા આવ્યા છે.’ રતને જવાબ આપ્યો.

'છે તો એમ જ; પણ તે કાંઈ લખ્યું ?'

‘હા, આ રહ્યું.' કહી શરમાતી રતને એક તૂટેલી સ્લેટ પરાશરને બતાવી. પરાશર રતનનો પ્રયાસ જોઈ રાજી થયો. તેને લાગ્યું કે રતનને અપાયેલું શિક્ષણ - એક જ દિવસનું શિક્ષણ નિષ્ફળ જાય એમ નથી. તેણે કહ્યું :

‘વાહ, આમ કરીશ તો એક અઠવાડિયામાં છાપું વાંચતી થઈ જઈશ.'

‘બીજી બેત્રણ બાઈઓને મેં ઊભી કરી છે, એ પણ શીખશે.'

‘એ તો બહુ જ સારું કર્યું. હું તમને બધાંને છાપાં વાંચતાં કરીને પછી અહીંથી જવાનો.'

‘ક્યાં જવાના ?'

‘બીજી ચાલીઓમાં.’

‘મને આગળ લખી આપો.' રતને માગણી કરી.

પરાશરે આગળ બારાક્ષરી લખી આપી. રતનનું પોતાનું નામ લખાવ્યું અને એક ગુજરાતી વર્તમાનપત્રનાં મોટા અક્ષરવાળાં મથાળાં વંચાવવા પ્રયત્ન કર્યો. રતન બહુ જ આજ્ઞાધારી શિષ્યા લાગી.

‘બસ, આજ પૂરતું ભણી આવતી કાલે તને એક બીજી બહેનોને શીખવીશ. - સવારમાં.'

‘હા, બધા મરદો મજૂરીએ જાય એટલે અમને ફાવશે. હવે તમને પણ હું સૂવા દઉં.'

‘તારી પણ રાહ જોવાતી હશે !’ સિનેમાની અસર હજી ભૂસાઈ ન હતી એટલે પરાશરે કહ્યું.

‘મારી તો કોઈયે રાહ જોતું નથી ! પીઈને બધા પડ્યા છે તે જોયા નહિ.'

દારૂને બેભાનીનું સુખ પૂરતું મળે છે. દારૂને જોઈતી વાસનાતૃપ્તિ પણ ભેદભાવ રહિત હોય છે. શરાબીને કલા, સંસ્કાર કે સગપણની છોછ રહેતી નથી.

રતન ચાલી ગઈ. કુમાર વગરબોલ્યે ખાટલામાં સૂઈ રહ્યો હતો. તેને નિદ્રા આવી હતી કે નહિ તેની પરાશરને ખાતરી ન હતી. તે જાતે ફાનસ હળવું કરી સાદડી ઉપર સૂતો. રોજ તો તે ફાનસ હોલવી નાખતો, પરંતુ