પૃષ્ઠ:Shobhana.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪: શોભના
 


'મારું ઘર આવ્યું. બોલવાનું બંધ રાખીએ એ જ સારું.' શોભનાએ કહ્યું, અને પોતાના ઘર તરફ કારને દોરવાની સૂચના આપી. ઘર આવતાં કાર ઊભી રાખી.

'કોઈ લડે એમ હોય તો હું સાથે આવું.' વિનીએ કહ્યું.

'મને વળી લડનાર કોણ છે ?'

'તારાં માબાપ.'

'તને તો બીક લાગતી હશે. મારાં માબાપ તો મને કાંઈ કહેતાં નથી.' શોભનાએ કહ્યું અને ચારે યુવતીઓ છૂટી પડી.