પૃષ્ઠ:Shobhana.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૫૧
 


‘સોમા ! છોડ એને? પરાશરે બૂમ પાડી. બૂમ તો ન પડી શકી, છતાં તેના શબ્દે સોમાને વૃદ્ધથી દૂર કર્યો.

પરાશરના દેહમાં છરો ખૂપી ગયો હતો. તેના દેહમાંથી રુધિર વહેતું હતું. ગૌરધીરનો પત્તો ન હતો. પરાશરે પોતાના હાથ વડે છરાને ખેંચી કાઢયો, છરો નીકળતાં રુધિરનો ફુવારો ઊડ્યો અને પરાશર ભાન ભૂલ્યો. તેને લાગ્યું કે તે જમીન ઉપર ઢળી પડતો હતો, અને તેના દેહને કશી ભારે વેદના થતી હતી.