પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પદ ૬૯૭ મું

પદ ૬૯૮ મું

લાડીલા લાલજી આવો ઓરા રે, ખોસું પાઘલડીમાં તોરા ટેક

શૂરા પૂરા છો શ્યામ સંગાથી રે, એવડા શું રે ડરો અબળાથી રે,
ઓરા આવો કઠણ કરી છાતી... લાડી૦ ૧

વ્હાલા આવોને પ્રાણ આધાર રે, દેખાડું અનુપમ સાર રે,
એક નાનકડી છે નાર... લાડી૦ ૨

રૂપાળી છે સુંદર તનમાં રે, તમ કાજે કરે તપ વનમાં રે,
તમને વરવાનું છે મનમાં... લાડી૦ ૩

વહાલા ચિત્તવૃત્તિ એનું નામ રે, એને પરણે તે પૂરણ કામ રે,
વહાલા પ્રેમસખીના શ્યામ... લાડી૦ ૪