પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય... ૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ... ૯

પદ ૨૦૦૪ મું


પદ ૨૦૦૫ મું

બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન...

મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત...