પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ...

અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય...

તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર...

જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન...

અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય...

એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી...

હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વા'લો વરસ્યા અમૃત મેહ...


પદ ૨૦૦૬ મું