પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


• પહેલો મૂર્ખ તે ઠેકે કૂવો, બીજો મૂર્ખ તે રમે જુવો;
ત્રીજો મૂર્ખ તે બેન ઘેર ભાઈ, ચોથો મૂર્ખ તે ઘરજમાઈ.

• પાણીમાં પાષાણ, ભીંજે પણ ગળે નહિ,
મૂરખ આગળ વાણ, રીઝે પણ બૂઝે નહિ.

• પીંપળ પાન ખરંતા, હસતી કુંપળિયાત,
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં.

• પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે,
ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે.

• પેખી ચલગત પારકી, અમથો અંતર બાળ,
કરશે તે ફળ પામશે, તું તારું સંભાળ.

• પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું,
અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું.

• પ્રીતિ કહે : ‘ઘણું આપું છતાં પામું કશું ના હું.’
કરુણા કહે : ‘આપું હું માત્ર, નવ કશું ચાહું.’

• પોપટ કોયલ બોલે થોડું પણ લાગે મીઠું,
વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં.