પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


• નિત્ય જવું નિશાળમાં, ભણવું રાખી ચિત્ત
ગુરુની શિક્ષા માનવી, એવી રૂડી રાખો રીત.

• નિર્લજ્જ નર લાજે નહિ, કરો કોટિ ધિક્કાર,
નાક કપાયું તો કહે : ‘અંગે ઓછો ભાર !’

• નિશા-નિરાશા ટળશે કાળી, ઉષા ઊજળી ઝગશે,
આજ ડૂબ્યો સવિતા તે શું નહિ કાલ પ્રભાતે ઊગશે ?

• નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય
શત લાંઘણ જો સિંહ કરે તો ય તૃણ નવ ખાય


• પડ્યો જગ-ખીણે તું માનવ-હીરો ભલે આજ હો,
જરૂર તવ તેજથી દિવસ કો થશે ઊજળો

• પરને કાજે પંડને ખુવે, રામને ખોળે જે શિર દઈ સૂએ,
એમની પાછળ એમને મૂએ, આભ ચૂએ ને ધરતી રૂએ.

• પરાગ જો અંતરમાં હશે તો, એ પાંગરીને કદી પુષ્પ ખીલશે,
મનોરથો સ્વપ્ન મહીં હશે તો, સિદ્ધિરૂપે કાર્ય વિશે જ જન્મશે.