પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


• દેશ ને દીનને અર્થે ઓજસ્વી કર યૌવન,
ચિરંજીવી થશે બીજો બનીને વીર વિક્રમ (દેશળજી પરમાર)


• નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય,
ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.

• નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહ
ન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ

• નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત

• નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય,
જુઓ, ત્રાજવું તોલતાં નમતું ભારી હોય.

• નિચોવી અંગ એ નિજનું જીવનરસ અર્પતી આવી,
સહનશીલતા ધરાની એ, જીવનમાં નિત શીખું છું.

• નિજ ઘરનું, પરનું વરે, ત્યાં તેવો મન-રંગ,
દરજી પહોળું વેતરે, મોચી વેતરે તંગ.