પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


• જોઈ વહોરિયે જાત મરતાં લગ મેલે નહિ
પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ

• જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ
જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી


• દળ ફરે વાદળ ફરે, ફરે નદીનાં પૂર
પણ શૂરા બોલ્યા નવ ફરે પશ્વિમ ઊગે સૂર

• દયા-ધર્મ દિલડે વસે, બોલે અમૃત-વેણ,
તેને ઊંચો જાણીએ, જેનાં નીચાં નેણ (મલૂકદાસ)

• દિવસ ફરે તો દિલ વિશે અવળા સૂઝે ઉપાય,
કાપી વાદીનો કંડિયો, મૂષક સર્પમુખ જાય (દલપતરામ)

• દીઠે કરડે કુતરો પીઠે કરડે વાઘ
વિશ્વાસે કરડે વાણિયો દબાયો કરડે નાગ

• દીનતા વિણ પ્રવીણતા, લૂણ વિનાનું ભોજ,
સ્વપ્નવિહોણી જિંદગી, એ ત્રણ નિષ્ફળ બોજ.