પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


• જીત્યે વધતું વેર, હાર્યાને નિદ્રા નહિ,
સદાય એને લે’ર, (જે) હારે કે જીતે નહિ (ધમ્મપદ)

• જીવનના ચોપડે સઘળા હિસાબો થઈ જશે સરભર,
જમા રાખો ‘તું હી તું’, ને બીજી બાજુ ઉધારો ‘હું.’

• જુઠું કદીન બોલવું, ત્યજવું આળશ અંત,
હળી મળીને ચાલવું, રાખવો સારો સંગ.

• જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય

• જે જાય જાવે તે કદી ન પાછો આવે
જો પાછો આવે તો પોયરાનાં પોયરા ખાવે

• જે તુજથી ના થઈ શકે, પ્રભુને એ જ ભળાવ,,
પાણિયારું નહિ પ્રભુ ભરે, ભરશે નદી-તળાવ (દલપતરામ)

• જેને જેનું કામ નહિ તે ખરચે નહિ દામ,
જો હાથી સસ્તો મળે, ગરીબને શું કામ ?