પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• કુલદીપક થાવું કઠણ દેશદીપક દુર્લભ
જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય

• કૂવા ઢાંકણ ઢાંકણું ખેતર ઢાંકણ વાડ,
બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર

• કોયલડી ને કાગ ઈ વાને વરતાય નહિ
જીભલડીમાં જવાબ સાચું સોરઠીયો ભણે


• ઘેલી માથે બેડલું મરકટ કોટે હાર
જુગારી પાસે નાણું ટકે કેટલી વાર


• જનની જણ તો ભક્તજન કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી રખે ગુમાવે નૂર

• જગતની ભુલભુલામણીમાં રખે, બાપુ ! ભૂલો પડતો,
જજે શેર-શો જીવનપંથે, સીધો ઈતિહાસને ઘડતો (ન્હાનાલાલ)

• જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ
ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મૂઈ