પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


• કમળ જળે નિત્ય રહે, નિમિષ ન ભેદે નીર,
કામ ન ભેદે નેહને, જેનું શુદ્ધ શરીર (શામળ ભટ્ટ)

• કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુઃખ
ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ

• કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ

• કરવત, કાતર, કુજન, એ વહેરી જુદાં કરંત,
સૂઈ, સુહાગો, સજ્જન, ભાંગ્યાં એ સાંધંત.

• કંથા તું કુંજર ચઢ્યો હેમ કટોરા હથ્થ
માંગ્યા મુક્તાફળ મળે પણ ભીખને માથે ભઠ્ઠ

• કંથા રણમાં પેઠકે , કેની જોવે વાટ;
સાથી તારાં ત્રણ છે. હૈયું કટારી હાથ

• કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન શ્વેત,
દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત

• કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી,
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી