પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• અબે તબે કે સોલ હી આને, અઠે કઠે કે આઠ
ઈકડે તીકડે કે ચાર આને શું શા પૈસા ચાર

• અવેજ ખોયો આવશે, ગયાં મળે છે ગામ,
ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ.

• અહિમુખ બિંદુ વિષ થયું, કેળે થયું કપૂર,
છીપે જળ મોતી થયું, સંગતનાં ફળ શૂર


• ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે
મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો કાં ન થયો


• કચ્છડો ખેંલે ખલકમેં જીમ્ મહાસાગરમેં મચ્છ
જિત હિકડો કચ્છી વસે ઉત ડિયાંડીં કચ્છ

• કડવાબોલો શેઠિયો, જૂઠાબોલી નાર,
નિત્યજમાઈ પરોણલા, એતા માથે ભાર.

• કડવા ભલે હો લીંબડા શીતળ તેની છાંય
બાંધવ હોય અબોલડાં તોય પોતાની બાંય

• કજીયાનું મૂળ હાંસી
અને રોગનું મૂળ ખાંસી