પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


• અક્કલ ઉધારે ના મળે
હેત હાટે ના વેચાય
રૂપ ઉછીનું ના મળે
પ્રીત પરાણે ના થાય

• અગર બળંતાં ગુણ કરે, ને સુખડ ઘાસંતાં;
શૂર હોય તે રણ ચડે, ને કાયર નાસંતા

• અગ્નિમાં બળવું ભલું, ભલું વિષનું પાન,
શિયળ ખંડિત ના ભલું, નવ કૈં શિયળ સમાન

• અડી કડી વાવ ને નવઘણ કૂવો
જેણે ન જોયા તે જીવતો મૂઓ

• અતિ પ્રેમી ને બહુ ઋણી, જેને વેર ઘણાંય,
સુખે ન સૂએ કોઈ દી, તે તો ત્રણ જણાય