પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


• વૃદ્ધિથી હરખે નહિ, હાનિથી નહિ શોક,
સમબુદ્ધિ જેની રહે, એવા વિરલા કોક

• વેર, વ્યસન, વૈભવ ને વ્યાજ,
વ્હાલાં થઈ કરશે તારાજ.


• શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ

• શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક
સુખ દુઃખમાં સંગ રહે તે લાખોમાં એક

• શ્રદ્ધા ઊડી જ્યાં, માન થયું લુપ્ત,
ત્યાં માનવી જીવિત ના, થયો મૃત


• સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ-શું પ્રીત,
સૂકે પણ મૂકે નહિ, એ સજ્જનની રીત

• સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય,
વાઘ તણો માગે નહિ ભોગ ભવાની માય.

• સભા વિશે જઈ બેસવું, જ્યાં જેનો અધિકાર,
ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર.