પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


• મૈત્રી કે પ્રીતિને કાજે છે નાલાયક દુર્જન,
અંગારો બાળતો ઊનો, ઠંડો કાળું કરે તન.



• રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર

• રાખો નહી મન રમતમાં, સમજો સારી પેરે,
નિશાળમાંથી નીકળી, જવું પાસરું ઘેર

• રોટલા,કઠોળને ભાજી, ખાનારની તબીઅત તાજી
મૂળો, મોગરી,ગાજર, બોર રાતે ખાય તે રહે ન રાજી



• વરીએ જોઈને જાત, મરતાં યે મૂકે નહિ,
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.

• વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય
વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય

• વિપત પડે નવ વલખિએ વલખે વિપત નવ જાય
વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય

• વિદ્યા વપરાતી ભલી વહેતાં ભલા નવાણ
અણછેડ્યાં મુરખ ભલા છેડ્યાં ભલા સુજાણ