પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


મહારાજે તીર જમીનમાંથી ખેંચ્યું. જમીનમાં પણ ઠીક-ઠીક ઊંડે ઊતરી ગયું હતું. ખેંચીને જોયું, છેડે કંઈક લેખ બાંધેલો હતો. ઉતાવળે લેખ ઉઘાડીને વાંચ્યો.

એમાં સંદેશ હતો :

“ધારાનગરી : દક્ષિણ દરવાજો !

“ઊંટ મૂકીને હાથી હાંકો !

“થાય નહિ કોઈનો વાળ વાંકો !

"ઝટ-ઝટ તમે હાથી હાંકો !”

મહારાજ સિદ્ધરાજે બુરજ પરથી નીચે દોટ દીધી; ઝટ ઝટ સંદેશ આપ્યો :

'કૂચ કરો ! યાહોમ કરો ! વિજય આગળ ઊભો છે !'

ને મહારાજા સિદ્ધરાજના યશપટહ હાથીને આગળ કરવામાં આવ્યો.

ગજવિદ્યામાં નિષ્ણાત શામલ નામનો માવત એને દોરવા લાગ્યો.

રડીબામ ! રડીબામ ! નગારે ઘા થયો.

એક ઘડી પહેલાં જ્યાં શાંતિ હતી, ત્યાં દરિયો હલકવા લાગ્યો. સેના તૈયાર જ હતી. સેનાપતિઓ સંકેત મળવાની રાહમાં હતા.

કૂચકદમનાં રણશીંગાં ગાજ્યાં.

મહારાજ સિદ્ધરાજે હાથી પર કૂદકો માર્યો ને હાથી હાંક્યો. આંધીની જેમ લશ્કર ઊપડ્યું.

દિશાઓ એકએક ગાજી ઊઠી : જય સોમનાથ ! હરહર મહાદેવ !

દક્ષિણ દિશાના દરવાજા પર ઊંટ આડાં ઊભાં રાખવામાં આવ્યાં. હાથી યશપટહને દારૂ પિવરાવીને દોડાવ્યો !

ગાંડા હાથીએ દોડીને દરવાજા સાથે માથું ભટકાડયું : ધડુમ ! ધડુમ !

દરવાજાને મોટા-મોટા અણીદાર ખીલા ઠોકેલા હતા. એ ખીલા આડા

ઊભા રાખેલા ઊંટના શરીરની આરપાર નીકળી ગયા.

ટકાનો ઊંટ ભલે મરી જાય, પણ લાખનો હાથી જીવી જાય : આમાં એ યુક્તિ હતી. હાથી ફરી-ફરી દોડયો ને ફરી-ફરી ગંડસ્થલ ભટકાડ્યા.

યાહોમ કરીને પડો ᠅ ૯૧