પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચના જોર ગરમ
 

ગુજરાતનું રાજતંત્ર શાંતિથી ચાલે છે. ખેડૂત ખેતી કરે છે. ક્ષત્રિય ચોકી કરે છે. બાહ્મણ વિદ્યાઘન કરે છે. વૈશ્ય વેપાર કરે છે. માયા હરિજન અને એના નાતીલાઓ ભારે નગર-સેવા કરે છે. નગરને એવું ચોખ્ખું રાખે છે કે ન પૂછો વાત ! કહે છે કે હક મળ્યા તો ફરજ કેમ ચુકાય ? હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે.

એક દિવસની વાત છે.

રાતનો સમય હતો.

શહેર પાટણ હતું.

સ્થળ હતું કર્ણમેરુપ્રાસાદ.

પ્રાસાદ એટલે મંદિર.

મંદિરના આંગણામાં નાટક ચાલતું હતું.

એ વખતે સામાન્ય રીતે મંદિરના આંગણામાં નાટકો થતાં. નાટક્ના રચનારા કવિ કહેવાતા. કવિ રચના કરતા, ભજવૈયા ભજવતા, બજવૈયા બજાવતા.

૧૧૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ