આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછળ બધા ચાલ્યા .
કહે છે કે બાબરો કદી ઘોડા પર ન બેસતો. એને પગે ચાલવું ફાવતું. ઘોડું એના ભારથી ચાલી જ ન શકતું !
સૂરજ આથમી ગયો.
દૂર દૂર બાબરો છલાંગો ભરતો જતો હતો. લૂંટનો માલ લઈને ઘોડાં, ગધેડાં ને ઊંટ એની પાછળ દોડતાં હતાં. તોય બાબરાને પહોંચી ન શક્તાં !
બાબરો જાણે બજરંગબલિનો અવતાર હતો. બાબરો જમનો જાણે નવો જજમાન હતો.
૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ