પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


તેવા હો, પણ મારે મન રાજા છો. ઇચ્છા એક જ છે કે ગુજરાતની સેવા કરતોકરતો રણના સાથરે સૂઉં.”

‘તમારા જેવા વીરો પર મને ગર્વ છે !' સિદ્ધરાજે કહ્યું ને સભા બરખાસ્ત કરી.

દીકરો માત્ર વીરતાનો અવતાર જ નથી, વિવેકનો અવતાર છે, એ જોઈ મીનલદેવીની આંખો આંસુથી છલકાઈ ગઈ.

હર્ષના ને ઉત્સાહના અવાજો વચ્ચે સભા દરખાસ્ત થઈ.

ટૂંકા દહાડામાં ગુર્જરસેના માળવા તરફ કૂચ કરી ગઈ.

વગર તલવારે ઘા ᠅ ૭૭