પૃષ્ઠ:Snehashristi.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
 
આશાની મીટ
 

શ્રીલતા ગઈ અને મધુકર જ્યોત્સ્નાની પાસે જઈ ઊભો રહ્યો... શ્રીલતાની છટાને જોતો જોતો.

‘શ્રીલતા તારા ઉપર બહુ નારાજ છે, મધુકર !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘Impossible girl અશક્ય છોકરી ! એની સાથેની મૈત્રી કોઈનીયે લાંબી ન જ ચાલે.’ મધુકરે કહ્યું.

‘પણ... એ તો હજી તને જ ચાહે છે... તું એને અન્યાય ન કરી બેસે એટલું ધ્યાનમાં રાખજે.’

‘જ્યોત્સ્ના ! હજી પણ તું મને આમ કહીશ? એમાં તો તું મને અન્યાય કરી રહી છું !’

‘કેવી રીતે ?’

‘મારે હજી સ્પષ્ટતા કરવી પડશે શું?’

‘શાની ?’

‘મારા હૃદયની.’

‘હૃદય તો શરીરનું એક યંત્ર માત્ર છે, હૃદય ઉપર બહુ ભારે ભરોંસો ન રાખવો.’

‘પરંતુ એ મહત્ત્વનું યત્ર છે.. એ ન હાલે તો માનવી મરી જાય’

‘તો... એ હૃદય આમ સતત ચાલ્યા જ કરે... ધડક્યા જ કરે... એમ ? એને બીજું કાંઈ કામ ન સોંપાય? મેં શ્રીલતાને બહુ સમજાવી કે એણે હવે તને છોડી દેવો !’ જ્યોત્સ્ના બોલી.

‘જ્યોત્સ્ના ! સાચેસાચ એને ચાહવાનો મેં બહુ પ્રયત્ન કર્યો. પરંતુ પ્રેમને એ કેદખાનું માને છે. હું પ્રેમને મુક્તિનો વ્યવહાર ગણું છું... અને જો, જ્યોત્સ્ના ! મને લાગે છે કે શ્રીલતા આપણી વચ્ચેના આકર્ષણને સમજી ગઈ છે...’

‘આપણી વચ્ચે ?... આકર્ષણ ?... મધુકર ! શ્રીલતા ઘણી ભૂંડી છે. એ શું કરે એ કહેવાય નહિ. હું તો એનાથી ચેતતી જ રહું છું. પરંતુ તુંયે