પૃષ્ઠ:So Taka Swadeshi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સો ટકા સ્વદેશી

૨ સેા ટકા સ્વદેશી ' ગયે વર્ષે મારા ઉપવાસ પછી ‘ સ્વદેશી ’ના પ્રચાર કરનારાઓ તરફથી મને આગ્રહ કરવામાં આવ્યા હતા કે મારે ‘સ્વદેશી ’ની એક એવી વ્યાખ્યા ઘડી આપવી કે જેથી તેમને વારવાર નડતી અનેક મુસ્કેલીએ દૂર થાય. મિલના કાપડની વાત કરતાં ‘સ્વદેશી'ની ઓછીવત્તી અનેક વ્યાપ્તિ થાય છે. અનેક વ્યાખ્યાએ સૂચવવામાં આવી હતી તે મેં ભેળી કરી. શ્રી. શિવરાવ અને શ્રી. જાલભાઈ નવરાછ તેમજ ખા સજ્જનોની સાથે મેં પત્રવ્યવહાર ચલાવ્યા. બધા જ પ્રસંગેામાં કામ આવે એવી વ્યાખ્યા હું ન બનાવી શકો અને વ્યાપક વ્યાખ્યા બનાવવી અશક્ય થઈ પડી. પછી મારા દેશવ્યાપી પ્રવાસમાં મને અનેક અનુભવા થયા, અને સ્વદેશી સંસ્થાઓનું કામ કેવી રીતે ચાલે છે તે નેવાના અનેક પ્રસંગે મને મળ્યા. મને પ્રતીત થયું કે સ્વદેશી જે રીતે ચાલે છે તે એક પ્રકારનું ધતિંગ છે, જોકે કાઈ જાણીબૂજીને એ તિગ ચલાવે છે એમ નથી; વળી મે એમ પણ જોયું કે ઘણા કા કર્તાની શક્તિ એળે જાય છે. એમાં આત્મપ્રતારણા પણ રહેલી છે. આવી કડક ભાષા વાપરું છું તેથી એમ નથી સમજવાનું કે સ્વદેશી- પ્રચારનું કામ કરનારા કાઈ અપ્રામાણિક છે; એ ભાષા તા માત્ર સ્વદેશી વિષેના મારા પેાતાના કડક વિચારા પ્રગટ કરે '