પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને સિપાઈઓની ઓરતો વાટકી ભરી એ અથાણું ચાખવા આપવું એ ઉપરાંત જેને કોઈ વર્ષોત્સવ નહોતો, અને ધણીના ઢોલિયામાંથી રોજ રોજ માંકડ વીણવાની તેમજ ધોયેલી ચાદર બિછાવવા માટે ઑર્ડરલી જોડે લમણાઝીક કરવાની જેને આદત પડી ગઈ હતી - તેવી સ્ત્રી પતિની 'હાકેમી'ના આ ધ્વંસની નૈતિક બાજુ ન જોઇ શકે તેમાં નવાઇ નહોતી.

સવાર પડવાને હજુ તો વાર હતી, પણ પત્નીએ પથારી છોડી હતી : તે વખતે પિનાકી આવીને મોટાબાપુને ઢોલીએ બેઠો. એના હૈયામાં ઉમળકા સમાતા નહોતા. મોટાબાપુજીનાં નસ્કોરાં કોઈ 'શન્ટિંગ' કરતા એન્જિનનો આભાસ આપતાં હતાં. એ શન્ટિંગ જરાક બંધ પડતાં જ પિનાકી મોટાબાપુજીના પડખામાં બેઠો. નાનપણની એ ટેવ હજુ છૂટી નહોતી.

"કેમ ભાણા? ક્યારે આવ્યો?" મોટાબાપુજીએ ભાણેજના બરડા ઉપર હાથ પસાર્યો. જુવાનીએ ગૂંથવા માંડેલા ગઠ્ઠા અને પેશીઓ ભાણેજના ખભા ને પીઠ ઉપરથી વીણી શકાય તેટલાં ઘાટીલાં લાગ્યાં.

"બાપુજી," પિનાકીએ પૂછ્યું: " બહારવટિયાને અફીણ તમે તો નથી ખવરાવ્યું ને?"

"ના, બેટા."

"તો ઠીક; મેં માન્યું જ નહોતું."

"ત્યારે તું તો મારી ભેરે છો ને?"

"કેમ નહિ?"

"તારી ડોશી તો મોં વાળવા બેઠી છે."

"હું એની સામે સત્યાગ્રહ કરીશ."

"શું કરીશ?"

"સત્યાગ્રહ."

"એટલે?"

"હું ઘી-દૂધ ખાવું બંધ કરીશ."

"આ કોણે શીખવ્યું?"

"ગાંધીજીએ."

"એ ઠીક. ગાંધીજી હજુ તો ચાલ્યા આવે છે ત્યાં છોકરાંને બગાડવાય

૧૫૮
સોરઠ તારાં વહેતાં પાણી