હત્યારાઓએ એનો સાથળ ચીરીને બન્ને ચીજો બહાર કાઢી ફેંકી દીધી. તૂર્ત જ નાથાનું શરીર લીલું કાચ સરીખું બની ગયું. જીવ ચાલ્યો ગયા પછી એના નિર્જીવ શરીરને ઘસડીને દુશ્મનો દૂર લઈ ગયા. એનું માથુ કાપ્યું. પુંજો એ માથું ઉપાડીને પોરબંદર ઇનામ લેવા પહોંચ્યો. સરકારે નાથાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું. એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો. એણે તો નજર કરીને જ સમજી લીધું કે જવાંમર્દોથી નહિ, પણ ઝેરથી જ આ બારવટીયાને માર્યો દેખાય છે !
પુંજાને ઇનામ ન મળ્યું. રાજ્યોએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા. મેરાણીઓ આજ પણ ગામેગામ ગાય છે કે
મોઢાને મારવો નો'તો
ભગત તો, સાગનો સોઠો!"
'નાથા મોઢવાડીયા'ની કથામાં મેર લોકોની બોલીના જે પ્રયેાગો પહેલી બે આવૃત્તિમાં થયા હતા. તે તરફ એક મેર ભાઈએ ધ્યાન ખેંચતાં આ વખતે એ પ્રયોગો શુદ્ધ કરી લેવામાં આવ્યા છે. એની સમજ નીચે મુજબ છે :-
ગુજરાતી ભાષા |
મેર-ભાષા |
ગુજરાતી ભાષા |
મેર-ભાષા |