લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાલો નામોરી

તારા જે નામોરી તણા,
ઠુંઠા ઘા થીયા
ઈ પાછા પોઢે ના
વિનતા ભેળા વાલીયા

[હે નામોરીના પુત્ર વાલા ! તારા ઠુંઠા હાથની ગોળીઓના ધા જેના ઉપર થાય, એ લોકો ફરી વાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી, મતલબ કે તારા ભડાકા અફર જ હોય છે.]

ચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ થળના ઉંટીઆની કતાર ઉભી છે. ઘઉંલા વાનનો, મધ્યમ કદનો અને એક હાથે ઠુંઠો બહારવટીયો બીજા હાથમાં સળગતી જામગ્રીએ બંદૂક હીલોળતો ચોકમાં ટેલી રહ્યો છે. પંખીડું પણ જાણે કે ઝાડવાં ઉપરથી ઉડતું નથી. એ ઠુંઠો આદમી પોતે જ બહારવટીયો વાલો નામોરી, સાવઝ જેવું ગળું ગજાવીને બહારટીયાએ હાક દીધી.

“બેલીડાઓ : લૂંટવાની વાત તો પછી, પ્રથમ પહેલો એ કમજાત સંધીને હાજર કરો, કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે.”