લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૧૩
 

દેપલા ભાંગીને બહારવટીયા આ ખાડામાં આવી આરામ લે છે. પ્રભાતને પહોરે દાયરો ભરીને વાલો બેઠો છે; તેવે એક સાથીએ ગરૂડના જેવી તીણી નજર લંબાવીને કહ્યું “કોઈક આદમી ઘોડે ચડીને આવે છે ભા ! ”

“આવવા દીયો.”

અસવાર નજીક આવ્યો એટલે એાળખાયો.

“અરે વાલા ભા ! આ તો તારા બનેવી કેસર જામની એારતને ઘરમાં બેસાડનારો નાપાક ડુંગર મેાવર ! ”

“હેં ! સાચેસાચ ડુંગર મોવર ?” એટલું બોલીને કટ ! કટ ! કટ ! સહુએ બંદૂકોના ઘોડા ચડાવ્યા, ધડ ! ધડ ! ધડ ! એક, બે, ત્રણ, એમ સાત ગોળીએ છુટી. પણ સાતમાંથી એક પણ ગાળી શત્રુને ન આંટી શકી. એટલે વાલાએ ઉંચો હાથ કરીને બૂમ પાડીઃ–

“બસ કરો ભાઈ, હવે આઠમો ભડાકો ન હોય. એની બાજરી હજી બાકી છે.”

તૂર્ત વાલો ઉઠ્યો. શત્રુની સામે જઈને હાથ મિલાવ્યા. હાથ ઝાલીને ઘેાડા પરથી નીચે ઉતાર્યો. પીઠ થાબડીને કહ્યું કે “આવ ડાડા ! આવ. તારી બાજરી હજી બાકી રહી છે. ખુદાની ઉપરવટ અમારે નથી થાવું.”

એમ બોલીને ડુંગરને દાયરામાં બેસાર્યો.

સાત બંદૂકોના ભડાકા સવારને ટાઢે પહોરે રણમાંથી માળીયા ગામમાં સંભળાયા. અને તૂર્ત જ માળીયેથી વાર ચડી. વાર ચાલી જાય છે, તે વખતે માર્ગને કાંઠે ખેતરમાં ઉકરડા નામનો એક બુઢો મીંયાણો અને તેનો આઠ દસ વરસનો દીકરો દેસળ સાંતી હાંકે છે. વારના મુખીએ પૂછ્યું,

“એલા કેની કાર ભડાકા થયા ?”

નાનો છોકરો દેસળ દિશા બતાવી દેવાની તૈયારીમાં હતો. ત્યાં એના બુઢ્ઢા બાપે જવાબ દઈ દીધો કે “ડાડા અમે ભડાકા