પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બહારવટીયા
 


એમ નદીને અને ધરતીને પગે લાગીને ચારે ભાઈએાએ એક સાથે વગડાની વાટ લીધી. અને જતોનાં ગામડાંમાંથી પોતાના જાતભાઈઓના જુવાનો ભેળા કરવા લાગ્યા, પચાસ ઘોડેસવાર. અને બાર પેદલ સિપાઈ: ચાર ભાઈઓ પોતે પણ છાસઠ પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું. શું કરવું, તેના વિચાર ભીમાને મુંઝવે છે. તેટલામાં એક સહાય મળી.

કુતીયાણા તાબાનું રોઘડા ગામ; અને ગામમાં તૈયબ સંધી નામનો ગામેતી રહે. તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવરાવ્યા કે “પ્રથમ આપણે બે ય જણ એક ગામતરૂં કરીએ. પછી મોટે બારવટે નીકળીએ. માટે તું અાંહી આવ.”

બાસઠ માણસોની ફોજ સાથે ભીમો રોઘડે ગયો. સામે તૈયબ ગામેતીએ પણ એટલાં જ માણસો પોતાનાં લીધાં. ભાદર- કાંઠે બેસીને પરિયાણ કર્યું . ભીમાએ વાત છેડી કે

“તૈયબ ગામેતી ! હું તો મારે માથે અધરમ ગુજર્યો છે એની સામે કળકળતો નીકળ્યો છું. મારી લૂંટફાટમાં પણ હું ધરમને પગલે હાલવા માગું છું. પણ તમે ખાનદાન રે'જો, એટલું કહી મેલું છું.”

એવા સોગંદ ઉપર કસુંબા લઈને બન્નેની ફોજે જુનાગઢની ગીરનું દોણ ગામ ભાગ્યું ભાંગી, લૂટની ગાંસડીઓ બાંધી, તૈયબ કહે કે “ભીમા મલેક, હવે ભાગીને ઝટ ઠેકાણે થઇ જાઈએ.”

“તૈયબ ગામેતી !” ભીમાએ મલકીને કહ્યું, “ભીમાથી. કાંઈ એમ ભગાશે ? તો તો જુનાગઢવાળા કહેશે કે ભીમાની જનેતા જતાણી નહિ હોય.”

“ત્યારે ?”

“જુનેગઢ ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે. અને વાર આવવાની વાટ જોઈએ. ”

એ રીતે જુનાગઢ સરકારને સંદેશા દેવરાવ્યા. ત્રણ દિવસ સુધી ધજા ચડાવીને રોજની અક્કેક ચોરાસી જમાડી. રોજ