પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સોરઠી બહારવટીઆ
 


ઝબકીને સંધી જાગ્યો.

“કેવો છે તું ?”

“સંધી છું.”

સંધી નામ પડતાં જ ભીમાએ એ જુવાનને ભાલે વીંધ્યો. એના સંગાથીઓ આ ઘાતકીપણું જોઈને 'અરર !' ઉચ્ચારી ઉઠ્યા.

“ભીમા મલેક ! તું ઉઠીને આવો કાળો કેર કરછ ? ”

“બોલશો મા બેલી !” ભીમાએ ડોળા ઘુરકાવીને ત્રાડ દીધી. “સંધીનો વંશ નહિ રહેવા દઉ. ડુંડાં વાઢે એમ વાઢી નાખું. દીઠો ન મેલું. દગલબાજ તૈયબ ગામેતીનું મારે એની આખી જાત ઉપર વેર લેવું છે. ખુટલ કોમ સંધીની !”

સંધીની ઘોર કતલ કરતો કરતો ભીઓ આગળ વધ્યો. ત્રણ સો સંધીને ઠાર માર્યા. સંધીઓને ગામડે ગામડે હાહાકાર બોલી ગયો પછીતો સંધીઓ દાઢી મૂંડાવીને પોતાની જાત છુપાવવા લાગ્યા.

સંધીઓના વેરના મનસુબામાં ગરક થઈ ગયેલ ભીમો એક દિવસ ભાદરની ખોપમાં થાકીને લોથપોથ પડ્યો છે, તે ટાણે, એણે આઘે આઘે જાનોનાં ગાડાંની ઘૂઘરમાળ સાંભળી અને એને કાને વિવાહના ગીતના સુર પહોંચ્યા. કાંઈક સાંભર્યું હોય એમ ચમકીને ભીમે પૂછ્યું “એલા આજ કઈ તથ બેલીઓ ?”

“માગશર શુદ પાંચમ.”

“હેં ! શું બોલે છે ? ગઝબ થયો.”

“કાં ભા ?”

“પાનેલીના બ્રાહ્મણની ડીકરીને આજ મારે હાથે કન્યાદાન દેવું છે.”

સાંજની રૂંઝયો કુઝયો વળી ગઈ હતી તે ટાણે ભીમે ઘોડાં