લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સોરઠી બહારવટીઆ
 

ડગલું પણ નહિ હટાય. જીવતર તો ખૂબ બગાડ્યું છે, પણ હવે આખરની ઘડી શીદ બગાડું ?”

ફોજની મોખરે ભીમાએ સંધી બાવા ઝુણેજાને દીઠો અને ઘોર ત્રાડ દીધી.

“બાવા ઝુણેજા ! અમે પાંચ જ જણ છીએ. ને તમે ચારસો છો. હું કાંઇ તમને પહોચવાનો નથી. ખુશીથી મને મારી નાખજે. પણ મરતાં મરતાં યે જો મરદના ઘા જોવા હોય તો આવી જાવ તરવારની રમત રમવા.”

“ભલે ભીમા !” કહીને બાવા ઝુણેજાએ તરવારનું ધીંગાણું કરવાનો હુકમ દીધો. ભીમા અને અબામીયાં બને મંડાયા. ભીમા પાસે બે તરવાનો હતી. હડી કાઢીને ભીમાએ શત્રુઓની ભેટમાં પગ દઈ દઈને વાંસાના ચોકના ઘા કરવા માંડ્યા. એમ બોંતેર જણાને સુવાડ્યા. પણ પોતાને છોઇવઢ પણ ઘા થયો નહિ. બાવો ઝુણેજો ઉભો ઉભો પડકારા કરે છે, પણ જ્યારે ભીમાને હાથે એણે પોતાનાં માણસોનું ખળું થતું જોયું, ત્યારે એણે ઇસારો કર્યો, અને તૂર્ત જ મકરાણીઓની બંદુકો, ધાણી ફુટતી હોય એમ ધડાધડ એક સામટી વછૂડી. ભીમો વીંધાઈને નવરાતના ગરબા જેવો થઈ ગયો.

પડતાં પડતાં ભીમે કહ્યું, “રંગ છે સંધીની ને મકરાણીની જનેતાને ! છેવટે દગો ! ”

ભીમો પડ્યો, પણ ચતોપાટ પડ્યો. એની મૂછોની શેડ્યો ઉભી થઈને આંખોમાં ખુતી ગઈ.

આભેથી અપસર ઉતરી
ન૨ વ૨વાનું નીમ
અબેામીયાં અણવ૨ થીયો.
ભાલે પોંખાણો ભીમ.

બાર બાર વરસના બારવટાનો, બબીઅારાના ડુંગર માથે આવી રીતે અંત આવ્યો. ભીમાનું માથુ કાપી લઈને ગીસ્ત ગોંડળ