પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૮૩
 

“લે જા જા, આ એક ગોબા ભેળી ખોપરી ઉડી પડશે.”

“ઠીક ત્યારે, ઈ બે ગોબા મોટા ? કે આ એક પરોણો મોટો ? એનું પારખું કરીએ.”

એમ કહીને ગોધલાની પીઠ ઉપર રાશ ઉલાળીને ફક્ત એક પરોણાભર નાથો નીચે ઠેક્યો. દોડીને પરોણાની પ્રાછટ બોલાવવા માંડ્યો. રબારીઓના હાથમાં ગોબા ઉપડે તે પહેલાં તે બન્નેનાં જમણાં કાંડાં ખેડવી નાખ્યાં. ફડાફડી બોલાવીને બન્ને પહાડ જેવા પડછંદ ગોવાળેાને ધરતી ઉપર ઢાળી દીધા. આખું યે ખાડું સીસલીના કેડા ઉપર ધોળીને વ્હેતું કર્યું. પાછળ ગોધલા હાંક્યા. દોટાવતો દોટાવતો સો યે ભેંસોને ઉપાડી ગયો. ગોધુલિ વખતે ગયો હતો ને ગેાધુલિને વખતે જ પાછો સીસલીના ઝાંપામાં પેઠો. એક સો ભેંસોની ધકમક ચાલી તે સીસલીનાં માણસ જોઈ રહ્યાં. નાથાએ ડેલીએ જઈને સાદ કર્યો કે “ફુઈ ! વાડો વાળ્ય,”

ફુઈ બહાર નીકળી. વારણાં લઈને કહ્યું કે “ખમ્મા ! ખમ્મા મારા વાશીયાંગના પૂતરને ! પણ માડી ! આ કવણીયું ?”

ફુઈ, તારીયું તો ન મળીયું, પણ આમાંથી તારૂં મન માને ઈ દોવે લે.”

“અરે મારા બાપ ! પણ આ તો સરપ બાંડો કર્યો ! જામની સામુ વેર માંડ્યું.”

“તું તારે મેાજ કર. જામને જવાબ દેનારો હું જીવતો બેઠો છું. અટાણે તો મુને ઝટ વીયાળુ પિરસ્ય. ત્રણ દિ'નો ભૂખ્યો ડાંસ છું. લાવ્ય, ઝટ આ સો માયલી એક નવચંદરીનું બેાઘરૂં ભરીને મેલી દે મારા મો આગળ અને ઠાવકી ભાત્ય પાડીને ઉના ઉના રોટલા બે ટીપી નાખ્ય તાં ! આજ તાં જામને માથે બથીય દાઝ કાઢીને વિયાળું કરવું છે.”

નાથાની ફુઈ હેબત ખાઈને ઉભી થઈ રહી છે. “અરે મારા