પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૮૫
 

“શું ?"

“બુઢ્ઢો બાવો એક જોગંદર છે. નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી. તે બાવો પરસન થયા. બે વાનાં આપ્યાં : એક શિયાળશીંગી, ને બીજી મોણવેલ : બેયને નાથે સાથળ ચીરીને શરીરમાં નાખી, ઉપર ટેભા લઈ સીવી લીધેલ છે. ત્યારથી એને તરવાર કે બંદૂકની ગલોલી, બેમાંથી એકેયનો ઘા નથી ફુટતો.”

“અને હવે કાલ્યથી જ એ બારવટે નીકળશે ! અને આપણને ધમરોળી નાખશે.”

બેટા માલદે ! આ લે, આ ગોધલ્યાની રાશ અને તારી માની લાજ તારા હાથમાં સુંપેને જાછ. મારી વાટ જોજો મા. મારે તો જામને માપી જોવો છે. એટલે હવે રામ રામ છે. અને મોઢવાડીયા ભાઈયું !

આખા બરડાના મેરૂંને કહી દેજો કે મને પોલે પાણે રોજ રોજનાં ભાત પોગાડે. અને હું એટલે કેટલા માણસ ખબર છે ને ? બસો મકરાણી ને એક હું : એમ બસો ને એકનાં ભાત : દિ' માં ત્રણ ટાણાં પોગાડજો. નીકર મેરનાં માથાનું ખળું કરીશ.”

એમ બસો મકરાણીને ત્રીસ ત્રીસ કોરીને પગારે રાખી લઈને બારવટાના નેજા સાથે નાથે બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણે પોતે પોતાની ટચલી આંગળીના લોહીથી ત્રિશુળ તાણીને વાસ્તુ લીધું. પોલો પાણો નામની એક ગુફા છે. જાણે બારવટીયાને ઓથ લેવા માટે જ પ્રભુએ સગે હાથે બાંધેલી એ જગ્યા બરડા ડુંગરમાં છે. રાણાવાવ ગામને સીમાડેથી ઉપડેલો આ બરડો હાલતો હાલતો, ધરતી માતાના બરડાની કરોડ સરખો, અને કોઇ કોઇવા૨ પરોડીએ તો જાણે સોડ્ય તાણીને સુતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો, પોતાની મહા કાયા લંબાવીને પોરબંદર અને નગર, બન્ને રાજની