પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
સોરઠી બહારવટીયા:૨
 


“હંબ ! થાવા દો. પઠાણને હામી બનાવીએ. સામ સામા મર કપાઈ મરે. કાં એનું બારવટું પતે છે, ને કાં એને પઠાણો કાપે છેઃ બેય રીતે કાસળ જાશે.”

“હંબ ! ઠીક થયું, નીકર ભાઈ, આ તો પાદશાહના મામલા ! સપાઈ ધોકે મારીને હાટડાં ઉઘડાવે. અને આપણે સુવાળું વરણ. ધોકા ખાય ઈ બીજા ! આપણે કાંઈ કાંટીઆ વરણ જેવા પલીત થોડા છીએ, તે ધોકા ખમી શકાય ?”

“હંબ ! બલ્લા ટળી !”

“હંબ ! બળતું ઘર કરો કૃષ્ણાર્પણ !”

૧ર

પાંચસો ઘોડાનો ઉપરી પઠાણ: લાલ ચટક મોઢું: મુખમુદ્રામાંથી ખાનદાની ટપકતી આવે છે: હાવ ભાવ કે હાથજોડ જાણતો નથી: માથા પર સોનેરી પટાની કાળી લુંગી બાંધી છે: પાંચ જ અસવારે ઝાડીમાં ઉતર્યો. બહારવટીયાની