પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૭૯
 


શ્રી. ધીરસિંહજી ગોહિલ લખી જણાવે છે :

“જ્યારે ઠાકોર અને જોગીદાસ કસુંબો લેવા ભેળા થઈ તંબુની બહાર બેઠા હતા, ત્યારે ઓચીંતો એક સાપ નીકળ્યો. બધા એ સાપને દેખી ભાગ્યા. ફક્ત જોગીદાસ બેઠા રહ્યા, સાપ જોગીદાસ તરફ ચાલ્યો.

ઠાકોર કહે “જોગીદાસ, ભાગો !”

બહારવટીયો કહે “ના મહારાજ ! આપ દેખો તેમ મારે સાપોલીઆથી ડરીને તગ ! તગ ! ભાગવું ન પરવડે !”

પલાંઠી ઠાંસીને બહારવટીયો બેસી રહ્યો. સાપ એના શરીર પર ચડ્યો. માથા ઉપર ફેણ લઈ ગયો. પછી ઉતરીને ચાલ્યો ગયો. જોગીદાસ જેમના તેમ બેઠા રહ્યા.


ઐતિહાસિક કથાગીત : બૅલેડ

[આ ગીતના રચનાર કેાણ, તે નથી જાણી શકાયું. ભાવનગર રાજના આશ્રિત હશે એમ લાગે છે. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશી ભાઈના જૂના ચોપડામાંથી, એમના સૈજન્યથી આ પ્રાપ્ત થયું છે.]

પડ ચડિયો જે દિ' જોગડો પીઠો
આકડીયા ખાગે અરડીંગ,
જરદ કસી મરદે અગ જડિયા
સમવડિયા અડિયા તરસીંગ. ૧

[જોગીદાસ ને પીઠો ખુમાણ યુદ્ધમાં ચડ્યા, શુરવીરો ખડગ લઈ આફળ્યા. મરદોએ અંગ પર બખર કર્‌યાં. બરોબરીયા સિંહોએ જાણે જગ માંડ્યો. (સિંહોને 'તરસીંગ' ત્રણ સીંગડાં વાળા કહેવામાં મનાવે છે.)]