પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહીયાના બહારવટાં
સંવત ૧૯૦૯ : ૧૯૩૯
ઐતિહાસિક માહિતી

કીનકેઈડ કે બીમન મહીયાઓ વિષે કશું જ લખતા નથી. કેપ્ટન બેલ પેાતાના 'હિસ્ટરી ઑફ કાઠીઆવાડ'માં (પાનું ૨૩૯) આટલું એકપક્ષી લખાણ કરે છે:

“મહીયા નામની નાની શાખાએ જુનાગઢ પ્રદેશમાં હેરાનગતી કરવા માંડી. જુનાગઢ રાજ્યમાં ૧૨ ગામ ખાતા આ લોકોએ ઈ. સ. ૧૮૭૨માં જુનાગઢ પર ચૂડાસમા રા'ના વંશને ફરીવાર આણવા શહેર પર હલ્લો કરેલો. આ કારણે તેએાનાં હથીઆર આંચકી લેવાયાં, એટલે તેઓ બહારવટે નીકળેલા, અને ઘણી મુશીબતે તેઓને ફોસલાવી પાછા વાળેલા. તે પછી તેએાની જાગીરોના સીમાડા દોરાયા, તેઓના હક્કો નક્કી થયા, અને હવે તેઓ રાજની જે લશ્કરી ચાકરી નહોતા ઉઠાવતા તેના બદલામાં તેઓની ઉપર એક હળવો કર નખાયો. તેઓની અપીલ સરકારે કાઢી નાખી. પરિણામે તેઓ ૧૮૮૨ના ડીસેમ્બરમાં ગામડાં છોડી એક તટસ્થ પ્રદેશના એક ડુંગરા પર ચડી ગયા, વાટાઘાટના બધા પ્રયત્નોની તેઓએ અભિમાનભરી અવગણના કરી.

“આ દ્વીપકલ્પની બીજી અસંતુષ્ટ અને ગુન્હો કરનાર કોમો પણ તેના દાખલાને કદાચ અનુસરશે એવા ભયથી મહીયાઓને, જો તેઓ