પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એના પરમાણુ જેવડા ગુણોને પણ પર્વત જેવડા કરી માને છે, વીરત્વની ઘણી ઉચી કલ્પિત અથવા અર્ધકલ્પિત ઘટનાઓ એના નામની સાથે જોડી દે છે. સૈારાષ્ટ્ર દેશ એવા બહારવટાના પચરંગી લોક-ઇતિહાસે છલોછલ ભરેલો છે. પ્રથમ આપણે બહારવટાની મીમાંસામાં યુરોપની દૃષ્ટિ સમજીએ. પછી કાઠીઆવાડની વિપુલ કથાસામગ્રીમાં ઉતરીએ.


ગ્રેટબ્રીટનના બહારવટીઆ

બા૨મી શતાબ્દીમાં ઈંગ્લાંડના અરણ્યોમા રોબીનહુડ નામનો એક બહારવટીઓ થઈ ગયાનું વૃત્તાંત લોકરચિત ગીતકથાઓમાં ને કંઠસ્થ વાતોમા પ્રચલિત છે. ઈંગ્લાંડનો ઇતિહાસ આવા કોઈ પણ માનવીના અસ્તિત્વને આધાર આપતો નથી, છતાં એ લૂટારા વિષે એક બે નહિ પણ કુલ આડત્રીસ તો લાંબા લોકગીતો જ મુખપરંપરાથી ચાલ્યાં આવે છે. ને હવે તો એ ગીતો અંગ્રેજી સાહિત્યમાં ઉંચુ સ્થાન ભોગવે છે. Romanceના સુવિખ્યાત લેખક સર વૉલ્ટેર સ્કૉટૅ આ રોબીનહુડનું મહોજ્જવલ પાત્ર એમના 'Ivanhoe' નામક નવલમાં આલેખ્યું છે : પીકૉક નામના ગ્રંથકારે 'Maid Marian' નામની એક નાની પુસ્તિકામાં રોબીનની પ્રેમકથા અને અરણ્યમાંની જીવનચર્યા આલેખી છે. આ સમગ્ર સાહિત્યનો સાર એ છે કે ઇંગ્લાંડના રાજાઓ જંગલમાં પોતાની એકલાની જ લોલુપતા સંતોષવા માટે મૃગયા રમીને હરણાંનુ મીઠું માંસ ખાતા, પણ અન્ય સહુને માટે ત્યાં મૃગયાની સખ્ત મનાઇ કરતા. એ રાજાના આવા સ્વાર્થી કાયદાનો હમેશાં બેધડક ભંગ કરનાર એક પાવરધો અમીર રાજદ્રોહનો અપરાધી ઠરી, બરાબર પોતાની લગ્નવિધિને વખતે જ પોતાને પકડવા આવનાર રાજ-સેનાને ઠાર કરી, પોતાના સાથીઓને લઈ અધૂરે લગને બહારવટે ચડ્યો, રોબીનહુડ નામ ધારણ કર્યું, રાજાના માનીતા મૃગ-માંસની મહેફિલો ઉડાવવા લાગ્યો, ને જંગલના માર્ગો પર ઓડા બાધી. લૂંટ આદરી દીધી. એ સાચો વીર હતા. [૧]૧.ખેડૂતોને અથવા કારીગરોને ન સંતાપતો. વિલાસમાં


 1. ૧.

  But look ye do no husband harm
  "That tilleth with his plough.
  “No more ye shall no g૦૦d yeoman
  "That walketh by Greenwood shaw,
  "Ne no knight me no squire
   "That would be a good fellow.”